રાજયભરમાં સરકાર ગાબડાં પુરાવવા માટે વધુ લાખો રુપિયાનું આંધણ માંડીને બેઠી છે. વડોદરાના પૂર પીડિતોનો પ્રકોપ રાજનેતાઓ પ્રત્યે ઓસર્યો નથી.બનાસકાંઠા,સાબરકાંઠા,જેવા ઉત્તર ગુજરાતનાં વિસ્તારોમાં વરસાદી પાણી ઓસરતા-ઓસરતા સેમી લાગી રહ્યો છે. રાજીના ધોરીમાર્ગો થી માંડીને શહેરી વિસ્તારોમાં ખાડા-ખબડા પૂરવા માટેની કામગીરી ચાલી રહી છે ત્યારે જ અંબાલાલે અગમવાણી કરતાં કહી દીધું છે કે 10 મી સુધી તો વરસાદ પડશે જ પણ 13થી 16 સપ્ટેમ્બર તો અધાધૂંધ વરસાદ રોડ રસ્તાના ગાભા-ચીંથરા ઉડાવશે.
અજાતશત્રુ અંબાલાલને કોણ પજવે છે ?
ગુજરાતમાં દે-માર વરસાદ પડવાની નિયમિત આગાહી કરતાં હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે આજે એક ગંભીર સ્પષ્ટતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુદ હાજર થઈને કરવી પડી છે. ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સૂપડાધારે વરસાદ પડવાની આગાહીમાં રમમાણ અંબાલાલ પટેલને આજે કોઈ કરમ કૂટીયા એ હોસ્પિટલમાં દાખલ કરાવી દીધા. અંબાલાલ પટેલ કોઈ ગંભીર બીમારી સબબ હોસ્પિટલમાં દાખલ કરાયાની વાત ‘ભર ચોમાસે જંગલની આગ’ની માફક પ્રસરી જતાં આખા રાજ્યના ખેડૂતો, શુભેચ્છકો અને ખાસ કરીને હવામાન અંગે પળ પળની બારીકીથી અપડેટ રહેતા ચાહકોમાં ચિંતાનું ભારે મોજું ફરી વળ્યું હતું. હકીકત તો એ છે અંબાલાલ પટેલ પાસે પોતાના અંગેની આ’ હવા’ પહોચી ત્યારે તેઓ વરતારો જ આપી રહ્યા હતા. જે લોકો અંબાલાલને જાણે છે તેઓએ સઘળા કામ પડતાં મૂકી અંબાલાલણે ‘સાંબેલાધાર’ શુભેચ્છા પાઠવવાનું શરૂ કરી દીધું. હેબતાઈ ગયેલા અંબાલાલે તુરંત જ સોશિયલ મીડિયાનો સહારો લીધો અને વાત દીવા જેવી ચોખ્ખી કરી કે, હું હેમખેમ છુ, ક્યાય -કોઈ હોસ્પિટલમાં દાખલ નથી. અંબાલાલ પણ માથું ખ્ંજ્વાળતા કહેવા લાગ્યા, ‘ક્યાં કરમ કૂટીયાનું હશે આ કારસ્તાન ?
કોણ છે અંબાલાલ પટેલ ?ગુજરાતમાં ભારે ગરમી, લૂ કે પછી કડકડતી ઠંડી પાડવાની હોય કે ભારેથી અતિભારે વરસાદની આગાહી હોય,હવામાન વિભાગથી પણ આગોતરી ભવિષ્યવાણીથી ગુજરાતભરના ખેડૂતો-નાગરિકોને સેવા કરતાં અંબાલાલ પટેલથી આજે જણ-બચ્ચું અજાણ નથી. હવામાં હાથ લહેરાવી,હવાને મુઠ્ઠીમાં ભરીને દિવસ કે સપ્તાહ કેવા વિતશે તેવું અંબાલાલનું અનુમાન ભાગ્યે જ અફર રહ્યું છે.