આ ખેતી કરીને તો ગરીબ ખેડૂત પણ અમીર બની જાય, 4 વીઘામાં જ 5-6 લાખ રૂપિયાની કમાણી થઈ જશે - Next Exam

આ ખેતી કરીને તો ગરીબ ખેડૂત પણ અમીર બની જાય, 4 વીઘામાં જ 5-6 લાખ રૂપિયાની કમાણી થઈ જશે

નવી દિલ્હીઃ ભારતમાં મોટાપાયે ઈલાયચીની ખેતી કરવામાં આવે છે. તેને એક રોકડિયા પાક તરીકે ઉગાડવામાં આવે છે. તેની ખેતી દ્વારા દેશના ખેડૂતો બમ્પર કમાણી કરી શકે છે. જો તમે પણ ઈલાયચીની ખેતી કરવા માંગો છો, તો અમે તમને તેના માટે ટિપ્સ આપી રહ્યા છીએ. ભારતમાં મુખ્ય રૂપથી કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં તેની ખેતી કરવામાં આવે છે. વિદેશોમાં પણ ઈલાયચીની મોટી માંગ છે. ઈલાયચીને ભોજન, કન્ફેન્સનરી, વગેરે જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે. આ ઉપરાંત તેનો ઉપયોગ મિઠાઈમાં ખુશ્બૂ માટે પણ કરવામાં આવે છે.

ઈલાયચીની ખેતી માટે લોમ જમીન સારી માનવામાં આવે છે. લેટેરાઈટ માટી અને કાળી માટીવાળી જમીનમાં પણ તેની ખેતી કરી શકાય છે. ઈલાયચીની ખેતીમાં પાણીના નીકાલની સારી વ્યવસ્થા હોવી જોઈએ. રેતાળ જમીન પર ઈલાયચીની ખેતી કરી શકાય નહીં. તેમાં નુકસાન થઈ શકે છે. ઈલાયચીની ખેતી માટે 10થી 35 ડિગ્રીનું તાપમાન યોગ્ય માનવામાં આવે છે.

કેવો હોય છે ઈલાયચીનો છોડ?- ઈલાયચીનો છોડ 1થી 2 ફૂટ લાંબો હોય છે. તેના છોડની દાંડી 1થી 2 મીટર સુધી લાંબી હોય છે. ઈલાયચીના છોડની પત્તીઓ 30થી 60 સેન્ટિમીટર સુધી લાંબી હોય છે. તેની પહોળાઈ 5થી 9 સેન્ટિમીટર સુધી હોય છે. જો તમે ખેતરની પટ્ટીઓ પર ઈલાયચીના છોડ લગાવવા માંગો છો, તો તેના માટે 1થી 2 ફૂટના અંતરે પાળા બનાવવા જોઈએ. જ્યારે ઈલાયચીના છોડને ખાડામાં લગાવવા માટે 2થી 3 ફૂટનું અંતર રાખીને છોડ લગાવવા જોઈએ. ખોદવામાં આવેલા ખાડામાં છાણની સારી માત્રા હોવી જરૂરી

ઈલાયચીના છોડને તૈયાર થવામાં 3-4 વર્ષનો સમય લાગી શકે છે. ઈલાયચીની કાપણી બાદ તેને ઘણા દિવસો સુધી તાપમાં સૂકવવા પડે છે. તેના માટે કોઈ મશીનનો ઉપયોગ પણ કરી શકાય છે. તેને 18થી 24 કલાકના ગરમ તાપમાન પર સૂકવવા જોઈએ.

ક્યારે કરવી ઈલાયચીની ખેતી?- વરસાદની સિઝનમાં ઈલાયચીના છોડને ખેતરમાં લગાવવા જોઈએ. આમ તો ભારતમાં જુલાઈના મહિનામાં તેને ખેતરમાં લગાવી શકાય છે. આ સમયે વરસાદ થવાથી સિંચાઈની ઓછી જરૂર પડશે. ધ્યાન રહે કે, ઈલાયચીના છોડને હંમેશા છાંયાવાળી જગ્યાએ જ લગાવવા જોઈએ. બહુ વધારે સૂર્ય પ્રકાશ અને ગરમીના કારણે તેની પેદાશ ઓછી થઈ શકે છે.

ઈલાયચીની ખેતીમાં કેટલી કમાણી?- જ્યારે ઈલાયચી સંપૂર્ણ રીતે સૂકાઈ જાય તો તેને હાથ અથવા કોયર મેટ અથવા વાયરની જાળીથી ઘસવામાં આવે છે. પછી તેને કદ અને રંગ અનુસાર વર્ગીકૃત કરવામાં આવે છે. તમે તેને બજારમાં વેચીને સારો નફો કમાઈ શકો છો. પ્રતિ હેક્ટર 135થી 150 કિલોગ્રામ ઈલાયચીનું ઉત્પાદન હાંસિલ કરી શકાય છે. બજારમાં 1100થી લઈને 2000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી ઈલાયચીના ભાવ મળે છે. એવામાં તમે 5-6 લાખ રૂપિયાની કમાણી કરી શકો છો.

Leave a Comment