સુમિત વૂડ્સ (Sumit Woods)ને 500 કરોડ રૂપિયાનો એક ઓર્ડર મળ્યો છે, કંપનીએ આ અંગે એક્સચેન્જ ફાઇલિંગમાં જાણકારી આપી છે. ફાઇલિંગમાં જણાવ્યા અનુસાર, કંપનીને મુંબઈના પ્રભાદેવીમાં એક નવા પ્રોજેક્ટનો ઓર્ડર મળ્યો છે. કંપનીને રિડેવલપમેન્ટ આ પ્રોજેક્ટ માટે લેટર ઓફ ઈન્ટેન્ટ પણ મળી ચૂક્યો છે. આ એક રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ છે, જેમાં 2-3 BHKના એપાર્ટમેન્ટ છે. જણાવી દઈએ કે, આ પ્રોજેક્ટની ટોટલ ગ્રોસ રિડેવલપ વેલ્યુ રૂ. 500 કરોડ છે.
અગાઉ પણ કંપનીને મુંબઈના બોરીવલીમાં દત્તાણી ટ્રેડ સેન્ટર કો-ઓપરેટીવ સોસાયટીના પ્રિમાઇસિસનો રિડેવલપ પ્રોજેક્ટ મળ્યો હતો. આ પ્રોજેક્ટ રેવન્યુ 450 કરોડ રૂપિયા હતી. જણાવી દઈએ કે, કંપની મુંબઈ અને ગોવામાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ બિલ્ડિંગ્સના કન્સ્ટ્રક્શનના કામ કરે છે.
જૂન 2024માં પૂરા થયેલા ક્વાર્ટરમાં સુમિત વૂડ્સની આવક રૂ. 32.38 કરોડ રહી હતી, જે જૂન 2023ના સમાન ક્વાર્ટરના રૂ. 33.59 કરોડ કરતાં 3.61 ટકા ઓછી છે. તેમજ જૂન ક્વાર્ટરમાં કંપનીનો નફો રૂ. 1.61 કરોડ રહ્યો હતો, જે ગત વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 1.53 કરોડ રહ્યો હતો.
આમ કંપનીના નફામાં 5.45 ટકાનો વધારો નોંધાયો છે. જૂન 2024માં EBITDA રૂ. 5.32 કરોડ રૂપિયા રહ્યો હતો, જે જૂન 2023ના 6.36 કરોડથી 16.35% ઓછો છે. તેમજ સુમિત વૂડ્સનો EPS જૂન 2024માં 0.53 રૂપિયા થયો છે, જે જૂન 2023માં 0.50 રૂપિયા હતો
કેવું રહ્યું કંપનીના શેરોનું પરફોર્મન્સ?કંપનીના શેર ગુરુવારે NSE પર 2 ટકાના વધારા સાથે 143.61 રૂપિયાના ભાવે બંધ થયા હતા. ગત એક વર્ષમાં કંપનીના શેરોમાં 377.11 ટકાની તેજી જોવા મળી હતી. તેમજ શેરનો 52 વીક હાઈ 143.61 રૂપિયા છે અને કંપનીની માર્કેટ કેપ 440 કરોડ રૂપિયા છે
ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલ રોકાણને લગતી જાણકારી ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપની વિવેકબુદ્ધિનો ઉપયોગ અને નિષ્ણાતોનું માર્ગદર્શન જરુર લો.)