પશુપાલકો! વસાવી લો આ મશીન, ગમાણના ખૂણે મૂકી દેશો તો મહિને 50 હજારથી 1 લાખ સુધીની આવક બેઠાં બેઠાં થશે - Next Exam

પશુપાલકો! વસાવી લો આ મશીન, ગમાણના ખૂણે મૂકી દેશો તો મહિને 50 હજારથી 1 લાખ સુધીની આવક બેઠાં બેઠાં થશે

Cow Dung Wood Making Machine: સામાન્ય રીતે પશુપાલકો ફક્ત ગાય ભેંસના દૂધથી જ કમાણી પર ધ્યાન આપે છે, જ્યારે પોતાને ત્યાં ભેગા થતાં ગોબરને થોડા રૂપિયા માટે ખાતર બનાવતા લોકોને વેચી દે છે. જોકે આ મશીન ખરીદી લે તો તેમની આવક ડબલ થઈ શકે છે. મહિને આરામથી 50-60 હજારની આવક બેઠાં બેઠાં થઇ શકે

ભારતમાં સામાન્ય રીતે બળતણ તરીકે છાણા અને લાકડાનો ઉપયોગ થાય છે. ત્યારે આજે અમે તમને ગાયના છાણમાંથી બનેલા લાકડાં વિશે જણાવીશું, જેની બજારમાં ખૂબ જ માંગ છે. અત્યાર સુધી ગામડાના લોકો હાથેથી છાણાં થાપતા હતા અને તેને સૂકવીને તેનો બળતણ તરીકે ઉપયોગ કરતા હતા. પરંતુ હવે આ બધું મહેનત કરવાની કોઈ જરૂર નથી. આજે અમે તમને એવા મશીન વિશે જણાવીશું, જેની મદદથી તમે છાણથી બનેલા લાકડાં તૈયાર કરી શકશો.

છાણના લાકડાં બનાવવાનું મશીન:આજના સમયે બજારમાં ટેક્નોલોજીનો વ્યાપ વધ્યો હોવાથી સરળતાથી છાણના લાકડાં બનાવવાનું મશીન મળી જશે. આ મશીનમાં તમારે છાણ નાખવાનું રહેશે. હવે આ મશીન જાતે જ કામ કરશે. ગાયના છાણને મશીનમાં નાખ્યા બાદ મશીન આપોઆપ છાણને લાકડામાં ફેરવશે અને મશીનમાંથી બહાર આવી જશે. હવે તમારે માત્ર આ છાણના લાકડાંને સુકાવવા માટે રાખવાનું છે.

મશીન લગાવ્યા બાદ ખર્ચ:જો તમે આ મશીન લગાવો છો, તો તમારે ફક્ત વીજળીનો ખર્ચ ચૂકવવાનો રહેશે. આ મશીન માત્ર 5 HPનું હોય છે. આ મશીન પ્રતિ કલાક આશરે એક યુનિટ વીજળી વાપરે છે અને તે એક કલાકમાં 100થી વધુ છાણના લાકડાં તૈયાર કરી શકે છે. આ મશીન દ્વારા તમે ગોળ નહીં, પરંતુ ઈંટના આકારના, ચોરસ અથવા લાંબા જાડા પાઇપ આકારના છાણાં મેળવી શકો છો. આ આકારને કારણે તેને ગાયના છાણનું લાકડું પણ કહેવાય છે.

ક્યાં વેચી શકાય આ લાકડાં?જો તમે ખેડૂત અથવા પશુપાલક છો, તો આ લાકડાં તમે પણ વાપરી શકો છો. આ મશીન ઇન્સ્ટોલ કર્યા બાદ સૌપ્રથમ તમારી નજીકના એવા સ્થળોનો સંપર્ક કરો, જ્યાં દરરોજ લાકડાની જરૂર પડે છે, કેમ કે હોટેલ, ઢાબા અને સ્મશાન. અહીં તમે સરળતાથી લાકડાં વેચી શકો છો અને કામની શરૂઆત કરી શકો છો.

આ ઉપરાંત, તમે ઓનલાઈન વેચાણ પણ કરી શકો છો. તમે પોતાની વેબસાઈટ બનાવીને વેચાણ કરવા ઉપરાંત એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સ વેબસાઇટ્સની મદદ પણ લઈ શકો છો. આમ, તમે છાણના લાકડાં ઊંચી કિંમતે વેચી શકો છો.

Leave a Comment