ગુજરાત 108 માં ભરતી @ www.emri.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે.
કારણ કે 108 ની ગુજરાતના વિવિધ શહેરોમાં પરીક્ષા વગર ડાયરેક્ટ ભરતી આવી ગઈ છે. તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
ગુજરાત 108 માં ભરતી 2023
સંસ્થાનું નામ જી.વી.કે એમરી 108
પોસ્ટનું નામ વિવિધ
નોકરીનું સ્થળ ગુજરાતના અલગ અલગ શહેર
જાહેરાતની તારીખ 11 ઓક્ટોબર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ @ www.emri.in
ગુજરાત 108 માં ભરતી માટે મહત્વની તારીખ
મિત્રો આ ભરતી ની જાહેરાત જી.વી.કે એમરી 108 ઘ્વારા 11 ઓક્ટોબર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીમાં ઓનલાઈન કે ઓફલાઇન કોઈપણ માધ્યમથી ફોર્મ ભરવાના રહેતા નથી પરંતુ નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારે ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળે રૂબરૂ હાજર રહેવાનું રહેશે.
ગુજરાત 108 માં ભરતી માટે પોસ્ટનું નામ
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ જી.વી.કે એમરી 108 ગુજરાત સરકાર દ્વારા લેબર કાઉન્સિલર એટલે કે કામદાર સલાહકારની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.
ગુજરાત 108 માં ભરતી માટે પગારધોરણ
જી.વી.કે એમરી 108ની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. પરંતુ અમુક સ્ત્રોતથી મેળવેલ માહિતી અનુસાર ઉમેદવારને માસિક રૂપિયા 12,000 થી લઈ 20,000 સુધી પગાર ચુકવવામાં આવી શકે છે.
ગુજરાત 108 માં ભરતી માટે અરજી ફી
108 એમ્બ્યુલન્સની આ ભરતીમાં ઇન્ટરવ્યૂ સ્થળે અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોની અરજી ફી નિઃશુલ્ક છે એટલે કે તમારે અરજી કરવા માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકાવાવની રહેતી નથી.
ગુજરાત 108 માં ભરતી માટે વયમર્યાદા
જી.વી.કે એમરી 108ની આ ભરતીમાં ઓછામાં ઓછી તથા વધુમાં વધુ કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવેલ નથી.
ગુજરાત 108 માં ભરતી માટે જરૂરી ડોક્યુમેન્ટ
જો તમે ઇન્ટરવ્યૂમાં હાજર રહેવા માંગો છો તો તમારે ઇન્ટરવ્યૂ સ્થળે નીચે મુજબના દસ્તાવેજો રજુ કરવાના રહેશે.
આધારકાર્ડ
અભ્યાસની માર્કશીટ
ડિગ્રી
અનુભવનું સર્ટિફિકેટ
લિવિંગ સર્ટિફિકેટ
પાસપોર્ટ સાઈઝ ફોટો – 2 નંગ
તથા અન્ય
ગુજરાત 108 માં ભરતી માટે પસંદગી પ્રક્રિયા
અમે તમને આગળ જણાવ્યું એ મુજબ, ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.
ગુજરાત 108 માં ભરતી માટે ઇન્ટરવ્યુનું સ્થળ
આ ભરતીમાં ઇન્ટરવ્યુનું સ્થળ ગુજરાતના અલગ અલગ શહેર છે. જે તમે નીચે મુજબ જોઈ શકો છો.
અમદાવાદ – ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસ 108 ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર નરોડા – કઠવાડા રોડ, અમદાવાદ
વડોદરા- 108 ઇમરજન્સી સર્વિસીસ,ગ્રાઉન્ડ ફ્લોર, ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર કલેક્ટર ઓફિસ કમ્પાઉન્ડ, કોઠી, બરોડા
સુરત – 108 ઓફિસ, જુની સિવિલ હોસ્પિટલ, ગાંધીગાર્ડન, ચોક બજાર,સુરત
વલસાડ – 108 ઓફિસ,બ્લોક નો-૨,ટ્રોમા સેન્ટર, ગ્રાઉન્ડ ફ્લોર, જી.એમ.ઈ.આર.એસ હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ, વલસાડ
પંચમહાલ – 108 ઓફિસ, કલેકટરકચેરી, સેવાસદન – 1, ગોધરા પંચમહાલ
કચ્છ – 108 ઓફિસ, રામબાગ ગવર્મેન્ટ હોસ્પિટલ, હોસ્પિટલ રોડ, આદિપુર, ગાંધીધામ, કચ્છ
જુનાગઢ- 108 ઓફિસ,જુનાગઢ જીલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ,ગીતા લોજ ની સામે, જુનાગઢ
ભાવનગર – 108 એમ્બ્યુલન્સ ઓફિસ, સર ટી હોસ્પિટલ ભાવનગર
સાબરકાંઠા-108 ઓફિસ, જી.એમ.ઈ.આર.એસ હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ) પોલિટેક્નિક રોડ, હિંમતનગર, સાબરકાંઠા
પાટણ – 108 ઓફિસ, GMERS મેડિકલ કૉલેજ, ધારપુર, પાટણ
નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો