રેખાદેવી નામની ગૃહિણીઓ ઘરે બેઠાં મશરૂમની ખેતી કરી રહી છે. રેખા દેવી પોતાના ઘરના ખાલી ઓરડામાં મશરૂમની ખેતી કરી રહ્યા છે અને ઘરે બેઠાં 3 થી 4 લાખની કમાણી કરી રહી છે. આ મહિલા અન્ય મહિલા ખેડૂતો માટે પ્રેરણાનો સ્ત્રોત બની છે.
બિહાર: સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે અને આત્મનિર્ભર બનવા તરફ પ્રયાણ કરી રહી છે. ઘણી મહિલાઓએ ખેતીના ક્ષેત્રમાં પણ કમાલ કરી દીધી છે. બિહારની ગૃહિણીઓ પણ ઘરે બેઠાં કમાલ કરી રહી છે. ગૃહિણી ઘર સંભાળવા ઉપરાંત, ખેતી દ્વારા આર્થિક રીતે સધ્ધર થઈ રહી છે અને તેમાં સફળતા પણ મેળવી રહી છે. તેમાં મશરૂમની ખેતી ખૂબ જ લોકપ્રિય છે. બિહારની આવી જ એક સાહસિક મહિલાનો આપણો પરિચય મેળવીશું. જેમણે ઘરના એક રૂમમાં મશરૂમની ખેતી શરૂ કરી હતી અને આજે લાખો રૂપિયાની કમાણી કરી રહી છે.
બિહારના અલગ અલગ જિલ્લાઓમાં મહિલાઓ મશરૂમની ખેતી કરીને પોતાને આત્મનિર્ભર બનાવી રહી છે. આ મહિલાઓ અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ બની છે. ગોપાલગંજ જિલ્લાના હથુઆમાં રહેતી રેખા દેવીએ પોતાની આત્મનિર્ભર બનવાની ક્ષમતાને ઓળખી લીધી અને ઘરમાં ખાલી પડેલા રૂમને ઠીક કર્યા બાદ તેમાં મશરૂમ લગાવવાનું શરૂ કર્યું. રેખા દેવી હવે આ એક રૂમમાં એક સાથે ઘણા પ્રકારના મશરૂમ ઉગાડી રહી છે.
રેખા દેવીએ જણાવ્યું હતું કે, ‘‘તેના બાળકો ભણવા માટે બહાર જાય, ત્યારે તેણીને ઘણું ખાલીપણું લાગતું હતું. આ ખાલી સમય રેખા દેવીને પરેશાન કરવા લાગ્યો હતો. તેથી તેણીએ કંઈક કરવાનું વિચાર્યું. ઘરના ઓરડાઓ ખાલી હતા. આ ઓરડાનો સારો ઉપયોગ કરવાનો તેણીને વિચાર આવ્યો અને તે ખાલી ઓરડામાં તેણીએ મશરૂમ લગાવવાનો વિચાર કર્યો હતો.
આ સાથે તેમણે જણાવ્યું કે, “ત્યારબાદ અલગ અલગ જગ્યાએથી મશરૂમની ખેતી અંગે માહિતી એકઠી કરી હતી. તેણીએ ઘણો નફો મેળવ્યો, ત્યારબાદ તેણીએ ધીમે ધીમે ઘરના ઘણા ઓરડાઓમાં મશરૂમ્સની ખેતી કરવાની શરૂઆત કરી, હાલ તેનાથી સારી વાર્ષિક કમાણી થાય છે.’
રેખા દેવી હવે ખાલી પડેલો સમય મશરૂમની સારસંભાળમાં વિતાવે છે, તેના સમયનો યોગ્ય રીતે ઉપયોગ થવા લાગ્યો છે. નિષ્ક્રિય પડેલા ઓરડાઓનો પણ યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આમાંથી થયેલી આવકથી ઘરની આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે.
મહિલા હવે મશરૂમની ખેતી કરનાર સફળ ખેડૂત બની ગઈ છે. રેખા દેવી હવે મશરૂમની ઘણી જાતોનું વાવેતર કરી રહી છે. તેમાં છીપ, પોર્ટબેલો, હેડહોગ, શિટાકે અને બટન મશરૂમનો સમાવેશ થાય છે. આ મશરૂમની બજારમાં પણ ઘણી માંગ છે. તેણી આખું વર્ષ મશરૂમની ખેતી કરે છે. તેમાંથી ઘરે બેઠા વર્ષે 3 થી 4 લાખની કમાણી થઈ રહી છે. રેખા દેવીએ હવે બીજી મહિલાઓને પણ મશરૂમની ટ્રેનિંગ આપવાનું શરૂ કરી દીધું છે