આગામી ત્રણ દિવસ ગુજરાતના આ 7 જિલ્લાઓને ધમરોળશે વરસાદ, હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી લાલ ચટાક આગાહી… - Next Exam

આગામી ત્રણ દિવસ ગુજરાતના આ 7 જિલ્લાઓને ધમરોળશે વરસાદ, હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી લાલ ચટાક આગાહી…

ગુજરાતમાં મેઘરાજા ક્યાંક મહેર તો ક્યાંક કહેર મચાવી રહ્યા છે. છેલ્લા ચાર દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદની વચ્ચે હજી બે દિવસ ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાન વિભાગે અતિભારે વરસાદની આગાહી આપી છે. હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે, ડીપ ડિપ્રેશન ભુજથી 50 કિમી જ્યારે નલિયાથી 100 કિમી દૂર છે. તે 12 કિમી પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ પશ્ચિમ જિલ્લાઓ તરફ આગળ વધી રહ્યું છે.

29મી ઓગસ્ટે (આજે) સવારે તે ઉત્તરપૂર્વીય અરબી સમુદ્ર અને તેની નજીકના સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ જવાની સંભાવના છે. આ સિસ્ટમને જોતાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિથી અતિભારે જ્યારે કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, ગુરુવારે, આજે સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની સાથે રેડ એલર્ટ આપવામાં આવી છે. આ સાથે ગુજરાત રિજનના (સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયના) તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આ સાથે તેમણે શુક્રવાર માટે જણાવ્યું કે, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે

શનિવારે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

રવિવાર અને સોમવાર માટે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે ભરૂચ, સુરત, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

Leave a Comment