કેમ કેનેડા જતા ગુજરાતીઓની એકાએક ઘટી ગઈ સંખ્યા? શું કર્યા કેનેડાએ નવા નિયમ જાહેર? - Next Exam

કેમ કેનેડા જતા ગુજરાતીઓની એકાએક ઘટી ગઈ સંખ્યા? શું કર્યા કેનેડાએ નવા નિયમ જાહેર?

અમેરિકામાં આજે સૌથી વધુ ગુજરાતીઓ છે, જ્યારે કેનેડામાં પંજાબી લોકોનું વર્ચસ્વ છે. કેનેડામાં ગુજરાતી વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી છે. પરંતુ હવે એકાએક સંખ્યા ઘટવા લાગી છે. કેમ કેનેડા હવે ગુજરાતી વિદ્યાર્થીઓની બન્યું નાપસંદ?

બ્યુરો/અમદાવાદ: અત્યારની યુવા પેઢીનું સપનું હોય છે કે ભણી-ગણીને વિદેશમાં સેટ થવું અને તગડી કમાણી કરવી. ભારતીય યુવાઓને વર્ષોથી અમેરિકા, કેનેડા જેવા પશ્ચિમના દેશો આકર્ષિત કરતાં રહ્યા છે. તેથી જ અમેરિકામાં આજે સૌથી વધુ ગુજરાતીઓ છે, જ્યારે કેનેડામાં પંજાબી લોકોનું વર્ચસ્વ છે. કેનેડામાં ગુજરાતી વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી છે. પરંતુ હવે એકાએક સંખ્યા ઘટવા લાગી છે. કેમ કેનેડા હવે ગુજરાતી વિદ્યાર્થીઓની બન્યું નાપસંદ?

ગુજરાતીઓને નથી જવું કેનેડાએકાએક કેનેડા કેમ બન્યું નાપસંદ?કેનેડા જતાં વિદ્યાર્થીઓની ઘટી સંખ્યાકેનેડાની ટ્રુડો સરકારના નિયમથી નારાજગીતગડો ફી વધારો કરાતાં થઈ અસર

ભારતીયો અને ખાસ ગુજરાતીઓનો વિદેશમાં વસવાટ મોટી સંખ્યામાં છે. યુવા વર્ગનું સપનું હોય છે કે વિદેશમાં સેટ થવું અને ત્યાં તગડી કમાણી કરવી. તેથી જ મોટી સંખ્યામાં ગુજરાતીઓ અમેરિકા, કેનેડા, બ્રિટન સહિતના પશ્ચિમના દેશોમાં રહે છે. છેલ્લા કેટલાક સમયથી કેનેડાનો ક્રેઝ બહુ જોવા મળતો હતો. વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં કેનેડાની કોલેજોમાં એડમિશન લઈ ત્યાં સેટ થવાનો પ્લાનિંગ કરી રહ્યા છે. પરંતુ હવે કેનેડા સરકારે બનાવેલા નવા નિયમથી સંખ્યામાં એકાએક ઘટાડો આવી ગયો છે. 35 ટકા જેટલા ગુજરાતીઓ હવે કેનેડા જવા માટે તૈયાર નથી. તેની પાછળનું કારણ ટ્રુડો સરકારના નવા નિયમો છે.

કેનેડા જતાં ગુજરાતીઓની કેમ ઘટી સંખ્યા?કેનેડા જતાં ગુજરાતીઓની એકાએક ઘટી સંખ્યા ગુજરાતીઓની પસંદ કેનેડા હવે નાપસંદ!નિષ્ફળ ટ્રુડો સરકારના નિર્ણયથી નારાજગીકેનેડા સરકારે જાહેર કર્યા નવા નિયમોનવા નિયમોથી ભારતીયોને પહોંચી મોટી અસર

કેનેડા પોતાના દેશની વસ્તીમાં વધારો થાય તે માટે સરહદો ખોલી દીધી હતી. અને વિશ્વના અનેક દેશોમાંથી લોકોને પોતાને ત્યાં બોલાવી ગ્રીન કાર્ડ અને સિટિજનશીપ આપી હતી…પરંતુ હવે કેનેડાએ રાતોરાત નવા નિયમ બનાવતાં વિશ્વના અનેક દેશના લોકોને હેરાનગતિ થઈ છે. ખાસ વિદ્યાર્થીઓમાં કેનેડાની નિષ્ફળ ટ્રુડો સરકાર સામે નારાજગી છે…ટ્રુડો સરકારે નિયમ કર્યો છે કે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ લાઈસન્સ કરિક્યૂલમવાળી પ્રાઈવેટ કોલેજ પસંદ કરશે તો તેમને વર્ક પરમિટ નહીં મળે, 24 જાન્યુઆરીથી રોજ 3.6 લાખ વિદ્યાર્થીઓની લિમિટ નક્કી કરી, ટેમ્પરરી ફોરેન વર્કરને આપવાના માનદ વેતનમાં કર્યો ઘટાડો, પહેલા GIC પેટે 10 કેનેડિયન ડોલર આપવા પડતાં હતા તે હવે 20 હજાર 635 ડૉલર કરી…આ તમામ નિયમોથી સંખ્યામાં ધરખમ ઘટાડો આવ્યો છે.

હાલ કેનેડામાં રહેતા ભારતના લોકોને પણ ભાર અગવડનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યાં રહેતા ભારતના 70 હજારથી વધુ વિદ્યાર્થીઓની રોજીરોટીનો પ્રશ્ન આવી ગયો છે. નવા નિયમ જાહેર કરાતાં સ્પાઉસ વિઝાને પણ સીધી અસર પહોંચી છે. કેનેડાએ નવા નિયમો બનાવવાનું કારણ તો મોંઘવારીનું આપ્યું છે. પરંતુ ખરુ કારણ ટ્રુડો સરકારનો ડર છે. નિષ્ફળ ટ્રુડો સરકારને ડર સતાવી રહ્યો છે હોશિયાર ભારતીયોને કારણે સ્થાનિક કેનેડિયન લોકોની નોકરી પર જોખમ આવી ગયું છે. ભારતીય લોકો પોતાની કાબેલિયતથી અનેક ઉચ્ચ હોદ્દા પર પહોંચી રહ્યા છે. સામે કેનેડાના લોકો પાછળ રહી ગયા છે. તેના જ કારણે નવા નિયમ બહાર પાડીને ટ્રુડોએ પોતાની નિષ્ફળતા છૂપાવવાનો પ્રયાસ કર્યો

Leave a Comment